માનસિક અશાંતિ એ આજના સમયની બહુ મોટી અને અટપટી સમસ્યા છે. આ સમસ્યા માટે કારણભૂત ઘણાં બધાં પરિબળો પૈકીના અમુક પરિબળો આપણી પહોંચની બહાર કદાચ હોઈ શકે. પરંતુ, એ સિવાયની એવી ઘણી બાબતો છે કે જો સભાનપણે એના પર ધ્યાન આપવામાં તો અશાંતિનું વાતાવરણ ઘણું હળવું – કદાચ નગણ્ય – બની શકે. આ રહ્યા એ ઉપાયો. શક્ય તેટલા વધુ ને વધુ ઉપાયોનું અમલીકરણ કરવા પ્રયત્ન કરો.
(1) પારકી પંચાત કરશો નહીં. |
(22) જરૂરીયાતો ઘટાડો. |
(2) ઈશ્વરના કાર્યની ટીકા કરશો નહીં. |
(23) કરવા યોગ્ય કામ જ કરો. |
(3) તમામ પરિસ્થિતિમાં શાંત રહેજો. |
(24) ખંતપૂર્વક સદગુણો કેળવો. |
(4) ઈશ્વરની ઈચ્છા તે જ મારી ઈચ્છા. |
(25) આધ્યાત્મિક વિકાસ માટે પ્રયત્નશીલ રહો. |
(5) કડવા ઘૂંટડા ગળી જજો. |
(26) હિંમત હારી જાઓ ત્યારે ધર્મગ્રંથોનું વાંચન કરો. |
(6) જીવ બાળશો નહીં. |
(27) આત્મોન્નતિમાં મચ્યા રહો. |
(7) તમારા કાર્યોના લોકો વખાણ કરે તેવું ઝંખશો નહીં. |
(28) વિચાર, વાણી અને વર્તનમાં સામ્ય રાખો. |
(8) કોઈની ઈર્ષ્યા કરશો નહીં. |
(29) માગ્યા વગર સલાહ ન આપો. |
(9) તમે તમારી જાતને સુધારો. |
(30) દલીલબાજીથી દૂર રહો. |
(10) જે અનિવાર્ય હોય તે સહન કરી લો. |
(31) તમારું કામ અન્ય કોઈ પાસેથી કરાવવાની અપેક્ષા ન રાખો. |
(11) તમારી ફરજ કદી ચૂકશો નહીં. |
(32) ચિંતા ન કરો. |
(12) રોજ ધ્યાનમાં બેસો. |
(33) ઈશ્વરમાં અખંડ શ્રદ્ધા રાખો. |
(13) સતત સત્કાર્યમાં પરોવાયેલા રહો. |
(34) બધામાં ઈશ્વરદર્શન કરો. |
(14) મનને નવરૂં રાખશો નહીં. |
(35) તમારી જાતને પ્રભુને સમર્પિત કરી દો. |
(15) અવરોધોથી અકળાશો નહીં. |
(36) સ્થિતપ્રજ્ઞ બનો. મનને સમતોલ રાખો. |
(16) વિરોધોનો સામનો કરજો. |
(37) દુઃખોને પણ ઈશ્વરની પ્રસાદીરૂપ માનીને સ્વીકારી લો. |
(17) કદી ચિંતા કરશો નહીં. |
(38) એકની એક વાત લાંબો સમય ન કરો. |
(18) નિસ્વાર્થ સેવા કરો. |
(39) તમારી પોતાની વાત વારંવાર ન કર્યા કરો. |
(19) સારાં-નરસાંનો વિવેક રાખો. |
(40) કોઈને અંગત પ્રશ્નો ન પૂછો. |
(20) દેખાદેખીથી દૂર રહો. |
(41) ફ્લેક્સિબલ બનો. |
(21) લાલચમાં ન લપટાવ. |
(42) વાત ધીમેથી કરો, મીઠાશથી કરો. |