સૂર્ય નમસ્કાર

સૂર્યનમસ્કાર શું છે ?

સૂર્યનમસ્કાર એક સંપૂર્ણ યોગનું આસન છે. જેનાથી શરીરને આરોગ્ય, શક્તિઅને ઉર્જા મળે છે. સૂર્યનમસ્કારથી શરીરનું અંગેઅંગ કાર્યરત થાય છે અને શરીરની તમામ આંતરિક ગ્રંથિઓ અને આંતરિક સ્ત્રાવ (હોરમોન્સ)ને નિયમિત કરે છે.

સૂર્ય નમસ્કારના આસનો ઊર્જા આપે છે,ધ્યાન કરતાં હોઈએ તેવું લાગે છે અને વિશ્રામ આપે છે. તેઓ શરીરને સહેલાઈથી વળી શકે તેવું બનાવે છે તથા રુધિરાભિસરણ સુધારે છે.બહેતર રુધીરાભીસરણને લીધે વાળ ધોળા થતાં, ખરતાં તથા ખોડો થતા અટકે છે તથા વાળના વિકાસને એકંદરે સુધારે છે. રુધિરાભિસરણ બહેતર થતા અગત્યના આંતરિક અંગો વધારે કાર્યાન્વિત થાય છે તથા શરીરના ત્રિદોષ –વાત, કફ અનેં પિત્તને સમતુલીત કરે છે.

તંદુરસ્તીમાં સુધારો લાવવા માટે મહિનાઓ સુધી કરેલા આહાર નિયંત્રણથી જે નથી થઇ શકતું તે સુધારો સૂર્ય નમસ્કારના અભ્યાસ દ્વારા સહેલાઇથી મેળવી શકાય છે. સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત સ્ત્રીઓ માટે તે આશિર્વાદ છે કારણ કે તે માત્ર વધારાની કેલરી બાળવામાં જ સહાય કરે છે એવું નથી પરંતુ પેટના સ્નાયુઓને કુદરતી રીતે ખેંચાણ આપીને શરીરને સુડોળ રાખવાનો સરળ અને સોંઘો માર્ગ છે. સૂર્ય નમસ્કારના કેટલાક આસનો ધીમું કામ કરતી ગ્રંથી, જેવી કે થાયરોઈડને (જેની આપણા વજન પર મોટી અસર છે) ઉત્તેજિત કરીને અંતઃસ્ત્રાવનું ઉત્પાદન વધારી પેટ પરની વધારાની ચરબીને ઘટાડવામાં મદદ કરે છે. સૂર્ય નમસ્કાર નિયમિત કરવાથી સ્ત્રીઓમાં ઋતુચક્રની અનિયમિતતાનું નિયંત્રણ થાય છે અને બાળકનો પ્રસવ પણ સરળતાથી થવાની ખાતરી મળે છે. આ ઉપરાંત, તે તમારા ચહેરા પરની ચમક પાછી લાવવામાં, કરચલી પડવાની શરૂઆત રોકવામાં અને તેને યુવાન તથા ચમકીલો બનાવવામાં સહાય કરે છે.

સૂર્યનમસ્કાર સૂર્યોદયને સમયે કરવું હિતાવહ છે. સૂર્યનમસ્કાર 11 થી 21 વખત કરી શકાય. એ દરેક વ્યક્તિની શારીરિક પ્રકૃતિ અવલંબે છે.

સૂર્યનમસ્કારની 12 સ્થિતીઓ.

દરેક સ્થિતીઓ સૂર્યનાં અલગ અલગ નામ સાથે જોડાયેલી છે.

(1) સૂરજની સામે મુખ કરી ઉભા રહી નમસ્કારની મુદ્રામાં ઉભા રહીને હાથને છાતીની સામે રાખવા. (ૐ મિત્રાય નમઃ)


(2) શ્વાસને અંદર ભરી હાથને આગળ લંબાવી હાથને ઉપર તરફ લઈ જઈને પાછળ લઈ જવા. દ્રષ્ટિ આકાશ તરફ રાખવી. કમરને બને તેટલી પાછળ ઝૂકાવવી. (ૐ રવયે નમઃ)



(3) શ્વાસને બહાર કાઢી હાથ આગળ લઈને કમરને આગળ ઝૂકાવી પગ પાસે જમીન પર ટેકવા. જો હથેળીઓ જમીનને સ્પર્શ કરી શકે અને માથું ધુંટણને અડાડી શકાય તો ઉત્તમ છે. (ૐ સૂર્યાય નમઃ)



(4) હવે નીચે ઝૂકાવતાં હાથની હથેળીને છાતીની બાજુ પર ટેકવી રાખીને ભુજંગાસનની સ્થિતીમા રહેવું. ત્યારબાદ જમણા પગને બન્ને હાથની વચમાં લાવવો. અને પગની એડી જમીન પર ટેકવી શરીર ઉંચું કરવું. દૃષ્ટિ આકાશ તરફ રાખી શ્વાસને અંદર ભરો. (ૐ ભાનવે નમઃ)



(5) શ્વાસ બહાર કાઢતાં જમણો પગ પાછળ લઈ જઈને ગર્દન અને માથાને બે હાથની વચમાં રાખવા નિતંબ અને કમરને ઉપર તરફ ઉઠાવવા. માથાને નીચે તરફ રાખીને નાભિની સમક્ષ જોવું. (ૐ ખગાય નમઃ)



(6) હાથને અને પગને પંજાને સ્થિર રાખતા છાતી અને ઘુટણોને જમીનને સ્પર્શ કરે એ સ્થિતીમાં રાખો. આ સાષ્ટાંગ પ્રણામનો એક પ્રકાર છે. (ૐ પૂણ્યે નમઃ)



(7) શ્વાસને અંદર ભરતાં છાતીને ઉપર ઉપાડો. કમરને જમીન પર ટેકવી રાખો. હાથ અને પગને સીધા રાખવા. (ૐ હિરણ્યગર્ભાય નમઃ)



(8) પાંચ નંબરની સ્થિતીમાં આવો. (ૐ મરીચાય નમઃ)



(9) ચાર નંબરની સ્થિતીમાં આવો પણ પગની સ્થિતી બદલો. જમણા પગને બદલે ડાબા પગનો ઉપયોગ કરો. (ૐ આદિત્યાય નમઃ)



(10) ત્રણ નંબરની સ્થિતીમાં આવો. (ૐ સવિત્રાય નમઃ)



(11) બે નંબરની સ્થિતીમાં આવો. (ૐ અર્કાય નમઃ)



(12) એક નંબરની સ્થિતીમાં આવો. (ૐ ભાસ્કરાય નમઃ.)

સૂર્ય નમસ્કારથી થતાં લાભ

(1) આ એક સંપૂર્ણ વ્યાયામ છે. એનાથી શરીરનાં દરેક અંગો મજબૂત અને નિરોગી બને છે.
(2) પેટ, હૃદય, ફેફસા સ્વસ્થ થાય છે.
(3) મેરુદંડ એટલે કે કરોડરજ્જુને લચીલી બને છે અને આવેલી વિકૃતીઓ દૂર થાય છે.
(4) લોહીનું ભ્રમણ સુધરે છે અને લોહીની અશુદ્ધિઓ દૂર થતાં ચર્મ રોગો દૂર થાય છે.
(5) હાથ, પગ, બાવડા,જાંઘ અને ખભાનાં સ્નાયુઓ સુદ્રઢ બને છે.
(6) માનસિક શાંતિ મળે છે અને તેજસ્વિતા આવે છે.
(7) મધુપ્રમેહ એટલ

સારા વિચારો કરવા માટેના સૂર્યનમસ્કાર

જ્યારે તમને કામમાં મજા ન આવે, કે તમે એ નહિ કરી શકો એવું લાગે, તો તરત એવું વિચારવાનું છોડી દો. પણ જે સારું કરી શકો એનો વિચાર કરો.
▪ તમે ગમે તે કામ કરતા હો, એ કામને મજેદાર બનાવો.
▪ જે લોકો હંમેશાં સારું વિચારે છે એવા મિત્રો બનાવો.
▪ ખરાબ સંજોગોને સારા બનાવવા પૂરી કોશિશ કરો. જે કામ તમારી પાસે છે એ દિ�

Surya Namashkara

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Pellentesque in lacus malesuada, scelerisque orci et, vestibulum diam. Cras tempus augue lorem, eget dictum diam laoreet ac. Aliquam dictum eros odio, id scelerisque sapien dapibus id. Vivamus eu sodales felis. Nam in mi maximus, sollicitudin tellus ut, imperdiet mi. Nunc pellentesque velit vitae felis volutpat, eu porttitor magna pretium. Vivamus non nibh at leo sagittis rhoncus sit amet sed ex. Nam aliquam magna faucibus, consectetur lacus nec, posuere elit. Vestibulum volutpat massa id lectus elementum vehicula. Suspendisse eleifend vel ipsum eget cursus. Aenean suscipit odio mi, eu tincidunt odio finibus eget. Phasellus dictum quam at mauris finibus, vel posuere massa lobortis. Duis interdum ultricies volutpat. Maecenas in porttitor urna. Nulla bibendum et nulla id facilisis. Maecenas auctor libero lorem, ut suscipit leo rutrum ut.