પ્રાણાયામ

પ્રાણાયામ શું છે ?

પ્રાણાયામ એટલે ઑક્સિજનને શરીરમાં લેવાની પ્રક્રિયાનું નિયમન કરવાની પ્રક્રિયા. પ્રાણાયામ ઍટલે વ્યક્તિનો શ્વાસ ઉપર કાબુ. એ શ્વાસોચ્છવાસની એવી તાલીમબદ્ધ કસરત છે કે જેના દ્વારા મનને અને શરીરને નિયંત્રણમાં રાખી શકાય છે. શ્વસનની વ્યવસ્થિત પ્રક્રિયા કરવાથી લોહીને તથા મગજને વધુ પ્રાણવાયુ મળે છે જેનાથી પ્રાણને કે જીવનની ઉર્જાને કાબુમાં રાખવામાં મદદ મળે છે.

પ્રાણાયામના મુખ્ય પ્રકારો.

(૧) ભસ્ત્રિકા પ્રાણાયામ :-

આ પ્રાણાયામમાં લુહારની ધમણની જેમ અવાજ કરીને વેગથી શુદ્ધ શ્વાસને અંદર અને અશુદ્ધ હવાને બહાર કાઢવામાં આવે છે.

રીત :-

પદ્માસન, સુખાસન કે વજ્રાસનમાં બેસો.

બન્ને નસકોરાથી શ્વાસ અંદર લો અને ફેફસા હવાથી ભરી દો. પછી ધીમે ધીમે શ્વાસને છોડો.

ફરીથી આ જ ક્રમમાં કરવુ.

સમય અવધિ :-

દરરોજ ૩-૫ મિનિટ.

લાભ :-

દરેક અવયવને વધુ પ્રાણવાયુ મળતો થાય છે તેથી દરેક અવયવમાંથી ઝેરીલા પદાર્થ બહાર નિકળી જાય છે.

શ્વસન પડદોને કસરત થવાથી સારી રીતે કામ કરે છે તેથી પાચનતંત્ર સુધારે છે. 

માથાને સબંધીત કોઈપણ પ્રકારના દુખાવા માટે ઉપયોગી છે

વાયુ, પિત્ત, કફના દોષો દૂર થાય છે અને પાચનતંત્ર, લીવર અને કીડનીની કસરત થઈ જવાથી સ્વસ્થ રહે છે. સ્નાયુસંબંધી રોગોને દૂર કરે છે.

સાવધાની :-

ભસ્ત્રિકા પ્રાણાયામ કરતાં પહેલા નાક સાફ કરી લેવુ.

ક્ષમતા કરતા વધારે કરવા નહી.

શ્વાસ ફેફસામાં ભરવાનો છે નહી કે પેટમાં. પેટની હલન ચલન કે ફુલાવુ જોઈએ નહીં.

કોઈપણ પ્રાણાયામ કરતા શરીરને ઝાટકો દેવો નહીં.

શ્વાસ લેવાનો અને છોડવાનો સમય સરખો હોવો જોઈએ.

હાઈ બીપી તથા હૃદયરોગીઓને ધીમેધીમે આ પ્રાણાયામ કરવા.

 

(૨) કપાલભાતી પ્રાણાયામ :-

મગજના ખોપરીના અગ્રવર્તી ભાગને કપાળ કહેવાય છે. ભાતિનો અર્થ જ્યોતિ કે તેજ થાય છે. કપાલભાતિ પ્રાણાયામ સતત ચહેરાની સુંદરતા વધારે છે

રીત :-

પદ્માસન, સુખાસન કે વજ્રાસનમાં બેસો.

શ્વાસને બહાર છોડતી વખતે પેટને અંદર ધક્કો મારવાનો છે.

શ્વાસને પ્રયત્નપૂર્વક અંદર લેવાનો નથી. ફક્ત બહાર છોડવાનો છે અને શ્વાસ તેની મેળે જ અંદર આવી જાશે.

સમય અવધિ :-

દરરોજ ૫-૧૦ મિનિટ (અતિ પ્રયત્ન કરીને કરવા નહીં)

લાભ :-

વાળની સમસ્યાનુ સમાધાન. ચહેરા પરની કરચલી અને આંખોની નીચેના કાળા ડાઘા દૂર થાય છે આંખોની દરેક પ્રકારની સમસ્યાઓનો ઉકેલ છે દાંતોની દરેક પ્રકારની સમસ્યાઓ દૂર કરે છે. જાડાપણુ દૂર થાય છે. હીમોગ્લોબિન અને કેલ્સિયમ ઉત્પાદનને નિયમિત કરે છે. કબજીયાત અને ગેસની બીમારી કાયમી માટે મટે છે. કોલેસ્ટ્રોલની સમસ્યાઓ દૂર થાય છે થાઈરોડની સમશ્યા દૂર થાય છે

 

(૩) અનુલોમ વિલોમ પ્રાણાયમ :-

રીત :-

પદ્માસન, સુખાસન કે વજ્રાસનમાં બેસો.

પ્રાણાયામની શરૂઆત અને અંત ડાબા નસકોરાથી કરવાની છે. જમણુ નસકોરૂ હાથના અંગુઠાથી બંધ કરો અને ડાબા નસકોરાથી ઉંડા શ્વાસ અંદર લો અને હવે ડાબુ નશકોરૂ બંધ કરો અને જમણા નસકોરાથી શ્વાસને બહાર કાઢો. હવે આનાથી વિરૂદ્ધ ફરીથી કરો.

સમયઅવધિ :-

૧૦-૧૫ મિનિટ.

લાભ :-

શરીરની તમામ સુક્ષ્મ નાડીઓની સફાઈ કે શુદ્ધિ થાય છે. હૃદયની નાડીમાં અવરોધ કે બંધ હોય તો ખુલી જાય છે. ઉંચા કે નીચા લોહીના દબાણની તકલીફ મટે છે.

વાંકાચુકા અસ્થિબંધન સીધા થાય છે. વા, સાંધાની બીમારી જેવી કે આર્થરાઈટીસ, અસ્થિમજ્જાનો ઘસારો વિ. ઠીક થાય છે. માથાનો કોઈપણ દુખાવો મટે છે. કીડની કુદરતી રીતે સ્વચ્છ થાય છે તેથી ડાયાલીસીસની જરૂર પડતી નથી. કોલેસ્ટ્રોલ કે અશુદ્ધિઓ શરીરની બહાર નીકળી જાય છે. સાયનસની બીમારી ઠીક થઈ જાય છે.     

સાવધાની :-

શ્વાસ ભરવાની અને બહાર કાઢવાની પ્રક્રિયા એટલી સહજ હોવી જોઈએ કે લોટ જેવી બારીક વસ્તુ જો સામે હોય તો તે પણ ઉડવી કે નાકની અંદર ના જાય.

અશક્ત કે એનિમિયાના દર્દીઓએ ધીમે ધીમે કરવા.

 

(૪) ભ્રામરી પ્રાણાયામ :-

ભ્રામારી પ્રાણાયામમાં શ્વાસ છોડતી વખતે ભમરા જેવો અવાજ કરવામાં આવતો હોવાથી ભ્રામરી પ્રાણાયામ કહેવાય છે.

રીત :-

પદ્માસન, સુખાસન કે વજ્રાસનમાં બેસો.

બન્ને હાથના અંગુઠાથી બન્ને કાન બંધ કરી દો. બન્ને હાથની પહેલી અને મધ્ય આંગળી આંખો પર રાખો. અને પવિત્રી અને ટચલી આંગળી હોઠો પર રાખો. થોડી સેકંડ માટે શ્વાસ રોકી લો. હવે ભમરાની જેમ ગણગણાટ સાથે શ્વાસ બહાર કાઢો. અને શ્વાસને બહાર જ થોડી વાર માટે રોકી રાખો.

સમયઅવધિ :-

શરૂઆતમાં ૫-૭ ચક્ર  કરવા.

લાભ :-

સકારાત્મક ઉર્જા મળે છે.

માનસીક રોગોમાં ફાયદો થાય છે.

માઈગ્રેન, ડીપ્રેશન તથા માથાના દરેક વ્યાધી મટાડે છે.

મન અને મસ્તિષ્કને શાંતિ મળે છે.

સાવધાની :-

ભ્રામરી પ્રાણાયામ સુતા સુતા કદી કરવા નહીં અને કાનમાં દુખાવો કે પાક હોય તો કરવા નહી.

શ્વાસ બહાર કાઢતી વખતે અવાજના ગણગણાટની લય અને સાતત્ય તૂટવું  ન જોઈએ.

 

(૫) બાહ્ય પ્રાણાયામ :-

રીત :-

પદ્માસન, સુખાસન કે વજ્રાસનમાં બેસો.

શ્વાસને બહાર કાઢો.દાઢીને ગળાને અડાડી દો. (જલંધર બંધ).

થોડા નમીને બન્ને હાથ ઢીંચણ પર રાખીને પેટની અંદરની તરફ ખેંચો.

પેડુ અથવા બસ્તિપ્રદેશને ઉપરની તરફ ખેંચો અને મૂલ બંધ લગાવો.

ત્રણેય બંધનો ઉપયોગ એટલે જ બાહ્ય પ્રણાયમ.

શ્વાસને બહાર છોડીને પેટને હાડકા સાથે ચોંટી જાય તે રીતે અંદર લો.

થોડી વાર શ્વાસને આ રીતે રોકી રાખી શ્વાસને છોડી દો.

લાભ :-

બાહ્ય પ્રાણાયમ કરવાથી કપાલભાતિ પ્રાણાયામના દરેક લાભ થાય છે. પેશાબ સંબંધી દરેક બિમારી મટે છે.

સાવધાની :-

હૃદયરોગી તથા ઉંચા લોહી દબાણવાળા માણસોએ આ પ્રણાયામ કરવો નહી.

 

(૬) ઉદગીથ પ્રાણાયામ :-

શ્વાસોશ્વાસની સામાન્ય પ્રક્રીયા એટલે જ  ઉદગીથ પ્રાણાયામ. પણ પ્રાણાયમ કરતી વખતે ૐ નો મનમાં જાપ કરવો એટલે જ તેને “ઓમકારી” પ્રાણાયામ કહે છે.

રીત :-

પદ્માસન, સુખાસન કે વજ્રાસનમાં બેસો.

લાંબા, શાંત, ધીમા અને સૂક્ષ્મ રીતે શ્વાસ લો.

સતત અભ્યાસથી શ્વાસ લઈને અને બહાર કાઢવાનો બન્ને થઈને પુરી એક મિનિટનો થાવો જોઈએ.

શ્વાસ આવે અને જાય તેનો અનુભવ કરવાનો પ્રયત્ન કરો.

સમય અવધિ :-

ઓછામાં ઓછા ૩ વખત. વધુમાં વધુ પુરા ઓમકારમય થઈએ ત્યાં સુધી..

લાભ :-

અનિદ્રા જેવા રોગોમાં ફાયદો થાય છે.

મનની એકાગ્રતા વધે છે.

યોગ-નિદ્રાનો અનુભવ થાય છે.

 

(7) પ્રણવ પ્રાણાયામ :-

રીત :-

પદ્માસન, સુખાસન કે વજ્રાસનમાં બેસો.

આંખો બંધ કરો. શાંતિથી બેસો. કુદરતી રીતે શ્વસન કરો.

ભગવાનમાં ધ્યાન કેન્દ્રીત કરો. ભગવાન બધે જ છે. તેની હાજરી અનુભવવાની કોશીષ કરો.

આ દુનીયામાં બધુ જ  ૐકારના આકારનુ છે. શ્વાસનના માર્ગને અનુભવાવાની કોશીશ કરો અને ધ્યાન ૐમાં રાખો.

સમયાવધિ :-

૩-૪ મીનીટ નિયમિત.

લાભ :-

આધ્યાત્મિક વિકાસ અને આપણી દરેક વસ્તુ જોવાની દૃષ્ટિકોણનો વિકાસ થાય છે. 

પ્રાણાયામના અદભુત ફાયદાઓ

(૧) ફેફસામાં વધારે માત્રામાં શુદ્ધ હવા જવાથી શારીરીક વિકાસ વધે છે, મન એકાગ્ર થવાથી માનસિક વિકાસ વધે છે તથા જ્ઞાનતંતુઓ જાગ્રત થવાથી બૌદ્ધિક વિકાસ થાય છે.

(૨) પ્રાણાયામથી માનસિક વિકાસ પણ થાય છે. પ્રાણાયામ કરતા આપણું મન એકાગ્ર કરી શકાય છે. દરેક કામ કરવાની શક્તિ વધી શકે છે.

(૩) ઉધરસ, કફ, શરદી, ધાતુક્ષીણતા તેમજ શ્વાસ સંબંધી રોગો, ડાયાબિટીસ વિ.માં ખૂબ જ લાભદાયી છે.

(૪) સ્ત્રીઓને માસિકમાં રાહત આપે છે તથા યોનિપટલને મજબૂત બનાવે છે.

(૫) લોહી વધુ શુદ્ધ થવાથી લોહીનો વિકાર દૂર થાય છે અને ચામડીના રોગમાં રાહત મળે છે. શરીરની તમામ નાડી પણ શુદ્ધ થાય છે.

(૬) પાચનશક્તિ વધે છે. પરિણામે કબજીયાત, એયસિડીટી અને અલ્સર સામે રક્ષણ મળે છે. વધુમાં મોંના ચાંદા, આવી જવું વિ. પણ       થતા નથી.

(૭) કમળા જેવી બીમારી તમારી પાસે પણ ફરકી શકતી નથી.

(૮) ક્રોધ, ચિંતા જેવી માનસિક બીમારીઓથી પણ છૂટકારો મેળવી શકાય છે.

(૯) ઘ્રાણેન્દ્રીય, શ્રવણેન્દ્રીય તેમજ દૃષ્ટિને વધુ શક્તિશાળી બનાવે છે.

(૧૦) હરસના રોગમાં રાહત મેળવવા માટે શરીરની સ્થિતિસ્થાપકતા જાળવવી રાખવામાં ફાયદો થાય છે.

(૧૧) મૂત્ર સંબંધી રોગોમાં તથા પથરીના દુખાવાથી છૂટકારો મેળવે છે. કિડનીને સશક્ત બનાવી તેને ગમે તેવી પરિસ્થિતિમાં કામ કરતી રાખી શકે છે.

(૧૨) સાંધામાં બનતા માવા (બોન-મેરૉ)નું પ્રમાણ જળવાઈ રહેતા હાડકાંને મજબૂતી બક્ષે છે, માંસપેશીઓને મજબૂત બનાવે છે અને ખોટી ચરબીને દૂર કરે છે.